જય હો રામાધણી
રામ ચા કે ચા નેજાધારી રામદેવપીર
સડૃ ડિયા ને અંચે પોકરણગઢ જા પીર
બારે બીજ જા ધણી કે ચા નકલંક ધણી
સગુણાબાઈ ચે વિરે મુંજે કે ખમાં રે ઘણી.
વિરા વીર વિરમ દેવ કે ચા શેષનાગ અવતારી
સુણી પુકાર અજમણજી જી આયા દેવ મુરારી.
પરચા પૂર્યા પારણીયે ને દુધની ધેગ ઉતારી
નરભક્ષી ભૈરવો ભાલરે સામે વેયો ઈ હારી.
ભાટીજી દેવજી ભક્તિ કરે ને ડાલીબાઈ ચમર ધરે
ચે નર કલયુગ મેં સમરે રામદેવપીર કે ઘરે ઘરે.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા