અંદર અંદર
રમતો આજે રમશે આવી અંદર અંદર
ભીતરના પડ એના ખોલી અંદર અંદર.
સંજોગો સાથે કરશે એ હરિફાઈ ને,
હારી કે જીતીને લાવી અંદર અંદર.
હાથોમાં ક્યાં છુપાવી શકશે રેખાઓ,
ખુશીઓ વ્હેંચીને વાચી અંદર અંદર.
સગપણ એનું સાચું લાગ્યું માનવ સાથે,
આશા બાંધી બાધા માની અંદર અંદર .
મુશ્કેલી આવીને જાતી રે'શે આમજ,
ફુલોથી કોમળ એ ડાળી અંદર અંદર .
વિચારીને સારી વાતો કરશે અહીંયા.
સમજી આગળ વધજો બાજી અંદર અંદર.
રાજીપો એનો રોજે સાચે એ વાવે ,
સ્મિતે એની ઓણખ આપી અંદર અંદર.©
ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા,
કાજલ
કિરણ પિયુષ શાહ