અત્તર હશે
એ મહેનત મહેકતું અત્તર હશે.
ને પુરાવો આપતો ઈશ્વર હશે.
આંખ એની ખૂલતા ચાલી અહીં,
એ જ સપનાની હવે ટક્કર હશે.
રોજ માથું ફોડવાની શી જરૂર?
તે હટાવ્યો તો નહિ? પથ્થર હશે.
ધારણાઓ કેમ સાચી માનવી,
એજ ભીતર ચાલતું ચક્કર હશે.
રામ નામે તો તર્યા પથ્થર ઘણાં,
બોલ ઈશ્વર કેટલો સધ્ધર હશે.
કે ઉચાપત રોજ કરતાં ધાર તો,
આજ સુધી કેટલું અધ્ધર હશે.
જોર અજમાવી જુઓ તાકાતથી,
આપી આજે આખરી ટક્કર હશે.
ગાલગાગા ગાલગાગા ગાલગા
"કાજલ"
કિરણ પિયુષ શાહ