" સમય સાથ ચાલો "
( ગઝલ )
સમય સાથ ચાલો ન પાછળ જુઓ.
નજર સામુ રાખીને આગળ જુઓ.
ભલા ચાંદની આજ ખીલી ઘણી;
કે નર્તન કરે જોઇ વાદળ જુઓ.
કરે રોજ ચુંબન અને એટલે;
કરે પેનથી પ્રેમ કાગળ જુઓ.
હશે ક્યાંક તાળું તમે શોધજો;
રહી ના શકે ક્યાંય સાંકળ જુઓ.
કિરણથી લડાઈ કરીને રહે;
છે ગુસ્સામાં આજે તો ઝાકળ જુઓ.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુતકારીબ = લગાગા×૦૩+લગા