મળી આવે…
ખોલો સંદુક, ‘ને, કોઈ ખજાનો મળી આવે,
યાદગાર એવો, કોઈ જમાનો મળી આવે!
વરસતાં વરસાદની, ધોધમાર હેલીમાં,
હોડી તરાવતું, બાળપણ મળી આવે!
લુપ્ત થઈ ને, પાછી વહેતી નદીની જેમ,
સંબંધોમાં સ્નેહની, સરવાણી મળી આવે!
રોજ ઝડપથી, સરકતી જિંદગીમાં,
સંઘરીને રખાયેલ, અમુલ્ય ક્ષણ મળી આવે!
બે પાનાંની વચ્ચે સચવાયેલ, ગુલાબ જેમ,
દિલની અધુરી, કોઈક “ચાહત” મળી આવે!!
💕ચાહત💕
(Neha Desai, NJ)