હું મારો જ નથી થઈ શક્યો વર્ષોથી,
તમને લાગે છે હું તમારો થઈ ગયેલ છું.
પીગાળે શી રીતે? આ સ્વાર્થી જગત મને,
હું નિસ્વાર્થે તેમની માટે થીજી ગયેલ છું.
દરિયાદીલીથી ઉઘાડેછોગ વરસી ગયેલ છું,
ભીતરમાં જાણે કેવાં કાદવમાં ખૂંપી ગયેલ છું.
મારી ભૂલોથી હું મારા પર જ ખિજાયેલ છું,
શી રીતે પામશો મને?હું વર્ષોથી વિખરાયેલ છું.
- જગદીશ રાવળ (બની)