" કરો કામ એવા "
( ગઝલ )
કરો કામ એવા ન લાગે શરમ કોઇ.
કે મનમાં થવાદો ન પેદા ભરમ કોઇ.
ભળીને રહે દૂધમાં જેમ સાકાર કો'
રહો સાથ સૌની ન પાળો ધરમ કોઇ.
મગજ શીત રાખો બધી વાતમાં કે;
બરફ જેમ રાખો ન કરશો ગરમ કોઇ.
અહિંસક બનીને કરો સામનો રોજ;
ખરી વાત માટે ન પડશો નરમ કોઇ.
બધા કામ પૂરા થશે જિંદગીના કે;
સહાયક બની તત્વ કરશે પરમ કોઇ.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુતકારીબ = લગાગા × ૦૪