" થાય ચર્ચા "
( ગઝલ )
આપને જોઇ આવી જવાની બધે.
પ્રેમની વાત જોજો થવાની બધે.
કોઇ વાતો ન રોકી શકે ક્યાંય પણ;
થાય ચર્ચા ઘણી ચાહવાની બધે.
ફૂલ હરખાઇ ઉઠતા બધા બાગના;
કે અસર એમની લાગવાની બધે.
ચાંદ જેવો ચહેરો ગમે છે ઘણો;
એમના પર નજર તો જવાની બધે.
થાય દુશ્મન ન Bન્દાસ કોઈ કદી;
લાગણી પ્રેમની રાખવાની બધે.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુતદારિક = ગા લ ગા × ૦૪