કાજલબેન એમણે લખેલી શોર્ટ સ્ટોરી (ચાંદલો) ખૂબ જ સારી રીતે લખી છે અને એ ઓટીટી પર આપણે જોઈ શકીએ છીએ. સરસ ડાયલોગ્સ લખ્યા છે, ચવાયગયેલા ડાયલોગ નહોતાં.સરસ સ્ટોરી ચાલતી હોય છે. કાજલબેન જ્યારે લગ્ન કરવા ઇચ્છુક અને ગાયક કલાકાર ને એમ કહે છે કે 54 વર્ષ થઈ ગયા છે મારી પાસે તમને આપવા માટે હવે કશું જ નથી. ત્યારે સાચું એ હતું કે કાજલબેન ના ગીતો, ગઝલો, લેખકના શબ્દો લેખક ની વાતો ક્યારેય મરતી નથી લેખક મરી જાય છે લખેલી કવિતાઓ,નવલકથાઓ સ્ટોરી કે જે પણ લખતા હોય એ હંમેશા આજીવન જીવંત રહે છે. ફરી એકવાર આ ચાંદલો પિક્ચરે પણ સાબિત કરી બતાવ્યું કે લવ ઇસ બ્લાઇન્ડ પ્રેમ આંધળો છે પ્રેમ કોઈ પણ ઉંમરની વ્યક્તિ સાથે થઈ શકે. ફક્ત એ જોવાનું રહયું કે પ્રેમ જેને કરે છે. એની પાસે શું છે અને શાના કારણે એની સાથે આપણે સંબંધ બંધાય છે.સાસુ વહુ ની સાથે રહેવું વહુ ની દીકરી તરીકે લોકોને પ્રેઝન્ટ કરવી અને લોકોના માઈન્ડમાં ઘર કરી જવું કે આજ એમની ઓરીજનલ દીકરી છે. જેમ જેમ સ્ટોરી ચાલે તેમ તેમ ખ્યાલ આવે કે આ એમના ઘરના વહુ છે અને એમનો દીકરો સ્વર્ગસ્થ થઈ ગયા છે અને સાસુ પોતે પણ વિધવા છે. સાસુ એટલે કે કાજલબેન. ફકત ઘરમાં હવે સાસુ અને વહુ જ રહે છે.એવા સમયે સમાજમાં ટકી રહેવું અઘરૂ હોય છે. ત્યારે ક્યારે સાસુ વહુ ને કેવી રીતે મદદ કરે છે અને પાછળથી વહુ સાસુને કેવી રીતે મદદ કરે છે જીવન જીવવા માટે તેનું એક ઉદાહરણ અહીં બતાવ્યું છે. બે ત્રણ ડાયલોગ છે જે એવું કહે છે કે સમાજ તો બસ બોલ્યા જ કરશે. સમાજ છેતરપિંડી કરતા કે સમાજ જ્યારે વિધવા સાથે અફેર કરે ક્યારે આ સમાજને યાદ નથી આવતું કે આ વિધવા છે પણ જો એ કોઈ બીજા સાથે લગ્ન કરવાના હોય અને એ પણ વિધવા સ્ત્રી એનાથી ૧૦ વર્ષ નાના છોકરા સાથે તો શું થાય...કંઈ નહિ. બસ અહી સ્ટોરી ચાલે છે. ટુંકમાં સાસુનો દીકરો સ્વર્ગસ્થ થઈ ગયા છે અને વહુ એકલી પડી ગઈ હતી. ઘરમાં ફકત સાસુ વહુ જ હતા. બન્ને ને સારું બને છે કારણ કે બંને એકબીજાને સાચવે છે. સાસુ કવિતાઓ લખતાં હતા અને એ કવિતા હીરો ને ખબર ના પડે એ રીતે email ધ્વારા મોકલતાં હતા. હીરો ને ખબર પડે છે કે મીરા એટલે કે કાજલબેન લખે છે... તો કાજલબેન ને શોધીને એમના જ ફ્લેટમાં ઉપરના માળે રહેવા આવી જાય છે.બીજી બાજુ કાજલબેન ની વહુ ને ઉપર રહેનાર ગાયક કલાકાર ગમી જાય છે પણ એ ગાયક કલાકાર એમને મોકલનાર ગીતો એટલે કે મીરા કાજલબેન જ ગમતાં હતા. સાસુ માટે વહુ કુરબાની આપે છે અને સાસુને એમનો પ્રેમ મળી જાય છે. અલગ સ્ટોરી છે. ગીતો પણ સારા છે.સચિન જીગર નું સંગીત અને કર્ણપ્રિય ગીત સહિબો મજા પડી જાય.ગાર્ગી બેને ગાયેલું ગીત saiba e તો ચાર ચાંદ લગાવી દીધા. જોજો મજા પડી જાય એવી ગુજરાતી ફિલમ ચાંદલો અને કાજલબેન પ્રથમ વાર પડદા પર સારો અભિનય કરીને બતાવી દીધું કે એ પણ એક્ટિંગ કરી શકે છે. ચાંદલો મૂવી સહપરિવાર બાળકો સાથે પણ જોવાય એવી મૂવી છે પણ, એક બે સીન માં થોડુક આવી જાય છે જેની જરૂર નહોતી. ગુજરાતી હોવાથી ગુજરાતી ફિલ્મ જોવી જરૂરીથી જોવી.
(સાંભળવા માટે લિંક જુઓ)
https://anchor.fm/storywithchirag/episodes/ep-e27h2hi