(*ભારત માં સ્ત્રી*)
મેં જૉઈ છે ભારતમાં સ્ત્રી
રમતી, કૂદતી, સેલ્ફી લેતી સ્ત્રી
મેં જોઈ છે એ આઝાદ સ્ત્રી
ક્યારેક કેબિનમાં રોફ જમાવતી
તો ક્યારેક બનતી એ કામવાળી
મેં જોઈ છે એ ભારતની સ્ત્રી
સાડી પહેરીને બને છે ટ્રેડિશનલ
અને રેમ્પ વોક કરીને બને ફેશનેબલ
મેં જોઈ છે એ ઘોડા પર ચડીને લડેલી ઝાંસીકી રાની
અને અવકાશયાત્રી કલ્પના ચાવલાની કહાની
સરેઆમ બળાત્કારીઓને ઠાર મારતી ફુલનદેવી
અને શાંત રહીને ભારત દેશ ચલાવતી ઇંદિરાદેવી
મેં જોઈ છે, ભારતમાં સ્ત્રી
નર્સ ની ટ્રેનિંગ લેનાર બાઈ કાશીબાઈ ગણપત પહેલી ભારતીય સ્ત્રી હતી
બધાની સેવા કરીને બનાવી એમણે એક નવી એ મિસાલ હતી
મેં જોઈ છે
સ્વતંત્ર ચળવળમાં ભાગ લેનારી ગાંધીની બેટી
ઉર્દુ મેગેઝીન હિન્દુસ્તાન ના સ્થાપક,
બીબી અમતુસ સલામ શાંતિના દૂતને
પણ છે મારા વંદન
મેં જોઈ છે એ બહાદુર સ્ત્રી લક્ષ્મી અગ્રવાલ
જેનું એસિડ અટેક થી કર્યું અપમાન
એને મળ્યું અમેરિકામાં બહુમાન
મેં જોઈ છે ૧૯૬૬ ની રીટા ફરિયા
લાવ્યા એ મિસ વર્લ્ડ જીતીને ઇન્ડિયા
મેં જોઈ છે ભારતમાં સ્ત્રી
ચિત્તાની જેમ દોડતી ભારતમાં સ્ત્રી
જેનું નામ છે, બહેન પીટી ઉષા દી
કેવી રીતે ભુલાય મેરીકોમ
જે જોડિયા બાળકો વાળી માં
જે બોક્સિંગ કરીને બધાને કર્યા ભોંય રિંગ માં
મેં જોઈ છે ભારતમાં સ્ત્રી
ફક્ત ૨૩ જ વર્ષની એ નીરજા હતી
એ ભારત માં pan am ની ફ્લાઇટ માં હતી
જેણે મુસાફરોને બચાવવા પોતાની જાન આપી હતી
મેં જોઈ છે ભારતમાં સ્ત્રી
એ છે બહુ ભણેલી અને સતત કુટુંબ માટે ઝઝૂમતી
એ ડાયેટિશિયનની નોકરી કરે અને ઘરને પણ ગુલીસ્તા બનાવતી
એ નિત નવી વાનગી બનાવતી અને પોતાની યુ ટુયબ ફૂડ ચેનલ ચલાવતી
અને મેં સાચે જોઈએ છે ભારતમાં સ્ત્રી, એ છે જ્યોત્સ્ના મારી ધર્મપત્ની. આભાર
(આ કવિતાનો video જોવા માટે અહી ક્લિક કરો)
https://youtu.be/HTMDXcPdbH4