લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દરશનની ઝંખના હતી, અણસાર પણ ગયો,
રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં,
મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો.
એની બહુ નજીક જવાની સજા છે એટલી,
મળતો હતો જે દૂરથી, સહકાર પણ ગયો,
એ પણ છે સત્ય એની ઉપર હક હવે નથી,
એવું ય કંઇ નથી કે અધિકાર પણ ગયો,
કેવી મજાની પ્રેમની દીવાનગી હશે,
કે જ્યાં ‘મરીઝ’ જેવો, સમજદાર પણ ગયો.