" સંસાર છોડી "
( ગઝલ )
બાવો ઘણો પછતાય સંસાર છોડી.
કે લોટ માંગી ખાય કંસાર છોડી.
ના પ્રાર્થનાઓ સાંભળે કોઇની પણ;
આરામમાં છે વિષ્ણુ અવતાર છોડી.
ન ન્યાય મળતો કોઇને કોઇ વાતે;
રાજા જો ચાલ્યો જાય દરબાર છોડી.
જાહોજલાલી ભોગવી ના શક્યો એ;
લખલૂંટ સંપતિ આજ ભરમાર છોડી.
પૈસા કમાવા સારું Bન્દાસ બોલો;
સૌ જાય છે પરદેશ પરિવાર છોડી.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : રઝજ = ગાગાલગા × ૦૨ ગાલગાગા