ઇસ્કોન બ્રિજ પરના અકસ્માતમાં આરોપી સરકાર પણ છે, માત્ર તથ્ય પટેલ જ નહી .!
અમદાવાદ ઇસ્કોન બ્રિજ પરની એક્સિડન્ટ ની ઘટના બની તેમાં જેને આરોપી બનાવ્યો છે તે તથ્ય પટેલ એકલો આરોપી નથી સાથે સરકાર પણ આરોપી છે, કેમકે રોડ પર તદ્દન અંધારું હતું, બીજું કે જે પહેલી એક્સિડન્ટ ની ઘટના બની તેની આજુબાજુ જોવા વાળા નું ટોળું હતું, જે તદ્દન બેજવાબદારી ભર્યું કેહવાય કેમકે એ રોડ છે અને ગાડીઓ અવરજવર થતી હોય છે, પ્રથમ અકસ્માત થયો ત્યારે પોલીસે ઘટના સ્થળે બેરીકેટિંગ કરી ટોળા ને હટાવવું જોઈતું હતું, ઘટના સ્થળે પોલીસ નું સંખ્યા બળ ઓછું હતું, બીજી આપણી માનસિકતા એવી છે કે કોઈ અમીર બાપ ની ઓલાદે એક્સિડન્ટ કર્યું હોય એટલે વાંક એનોજ હોય એવું કેવી રીતે માણી લેવું, કોઈ વ્યક્તિ ની ગાડી ૧ લાખ ની હોય કે ૫૦ લાખ ની ખુલ્લા રોડ પર 50 ની સ્પીડે ચલાવવા નો નથી જ, અને જો આ રોડ પર સ્પીડ ની લિમિટ હોય તો જેતે રોડ પર સ્પીડ લિમિટ ના બોર્ડ મારવા જોઈએ, એની સાથે 3 છોકરીઓ હતી એ એમનો અંગત મામલો છે, ગ્રૂપ માં ફરવા નીકળ્યા હોય,મ તેમાં કોઈને શું તકલીફ હોય કોઈ કહે નસો કરેલો હતો તો ગુજરાત માં નસાબંધી છે, અને જો દારૂ કે અન્ય નસો કરેલો હોય તો તે ડ્રાઇવરની સાથે સરકાર પણ જવાબદાર છે, સરકાર અસરકારક રીતે કાયદા નું પાલન નથી કરતી કે કરાવી શકતી, કોઈ ઘર ને બહાર ફરવા નીકળે તો કોઈ એક્સિડન્ટ કરવા ના ઈરાદે ના નીકળે કેમકે એમાં એ વ્યક્તિ નો પણ જીવ જવાની શક્યતા રહેલી છે, બીજું આરોપી ના પિતા એને બચાવી ને લઈ ગયા તો આજ ના જમાના દરેક બાપ પોતાના દીકરા ને બચાવવા નું પહેલું વિચારે એ સ્વાભાવિક છે, પોતાના કોન્ટેકટ નો ઉપયોગ પણ કરે, પિતાના ગુનાહિત ભૂતકાળને આ ઘટના સાથે શું નિસ્બત ? આ ઘટનામાં વાંક કોર્પોરેશન, ગુજરાત સરકાર, અને અને ગમે તે બનાવના સ્થળ પર ટોળા માં ઉભા થઈ ગયેલ લોકો નો અને ગુજરાત પોલીસ જે એક્સિડન્ટ સમયે ની SOP લાગુ કરવા માં નિષ્ફળ ગઈ એનો છે, ભલે લોકોનો ઈરાદો અકસ્માતમાં મદદ કરવાનો હતો પરંતુ પોતાની સેફ્ટી પહેલા જોવી જોઈએ,
જો આ માણસો ના ટોળા ની જગ્યા એ ગાયો નું ટોળું હોત અને રાત ના અંધારા માં આ રીતેજ એક્સિડન્ટ થયો હોત અને એમાં બે ચાર ગાયો સાથે આ તથ્ય પટેલ પણ મૃત્યુ પામ્યો હોત તો હેડ લાઈન આવી હોત ફરી એકવખત અમદાવાદ કોર્પોરેશન ના પાપે એક નિર્દોષ યુવાન નું મોત બસ માણસો ના ટોળા ની જગ્યાએ ગાયો નું ટોળું હોત,
કોર્પોરેશને રોડ પર સ્પીડ ના બોર્ડ લગાવવા જોઈએ, લાઇટ ચાલુ હોવી જોઈએ, રોડ પર કોઈ અકસ્માત થયો હોય ત્યારે પહેલાજ ત્યાં બેરિકેટ લગાવવી જોઈએ.
- મહેશ ઠાકર, અમદાવાદ