કોઈ લેખક જ્યારે લખે છે ત્યારે એની પાસે એનું એકાન્ત હોય છે. લખાણ પ્રગટ થયા પછી એનું એકાન્ત એના વાચકોમાં વહેંચાઈ જાય છે. દરેક વાચક નવું નવું વાંચીને આવાં એકાન્ત ભેગાં કરતો રહે છે. આવાં એકાન્તનો જથ્થો જૂનો થઈ જાય છે ત્યારે એને અતીતનું નામ મળે છે. આવો અતીત એકસાથે પાછો હાજર કરી દેવાની જવાબદારી જૂનાં પુસ્તકોએ નિભાવવાની હોય છે…
-સૌરભ શાહ