મોકલું છું મીઠીયાદ ક્યાંક સાચવી રાખજો,
મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો,
તડકામાં છાયો ના લાવી શકે તો કંઈ નહિ,
ખુલા પગે તમારી સાથે ચાલશે એ જ યાદ રાખજો.
બદલાયા નથી અહીં રિવાજ
પ્રેમના કે કોઈ શક કરી જાય,
કરો જો રાધા બની વિશ્વાસ
તો કૃષ્ણ મળી જાય ! !
સગાઓના લીસ્ટમાં હોવું એ વિધાતાના હાથમાં છે.
સાહેબ...
પણ વ્હાલાઓના લીસ્ટમાં રહેવું એ આપણા હાથમાં છે..