આરોગ્ય વિભાગ ને કાર્યક્ષેત્ર માન્યા પછી આપે અવિરત પુરુષાર્થ, અદર્મય ઉત્સાહ સાથે આ ક્ષેત્ર માં કામ કર્યુ.
કામ ને જ તમારો જીવનમંત્ર બનાવ્યો .
વાત્સલ્ય,પ્રેમ, ને લાગણીસભર એવા આપ દરેક ના પ્રિય રહ્યા .
પ્રામાણિકતા,સ્પષ્ટ વક્તા અને સાદાઇ આપના જીવનમાં આગવી આદર્શતા ઊભી કરી છે.નિયમિતા અને સમયપાલન ના આગ્રહી એવા આપ ક્યારેય મોડા પડ્યા હોવ એવુ સાંભડયુ નથી.આપે આપના ઘર કરતા પણ વધુ આરોગ્ય વિભાગ ને મહત્વ આપ્યું છે.આ કારણે જ આપે આગવી લોકચાહના મેળવી છે.
આપનું આગળ નું જીવન સુખમય,તંદુરસ્તીભર્યુ અને પ્રભુમય રહે એજ પ્રાર્થના .
અંત નથી આરંભ છે વિદાય,
ગીત નહી ગઝલ છે વિદાય,
રીત નહી રસમ છે વિદાય..!