ઈશ્વર! આ તારો ન્યાય છે કે અન્યાય?
એક તો ઠંડી ને પછી માથે વરસાદ?
આ તેં શું બધું ધાર્યું છે?
તને ન તો ગરીબોની દયા આવી કે ન તો તને વિચાર આવ્યો મહેનતુ ખેડૂતોનો?
આ બધું ઠીક નથી તને ઈશ્વર કહેવા માટે,
શું મળશે તને મહા મહિને માવઠું કરીને?
તું પાપી અમીરોની સજા,
ગરીબ અને ખેડૂતને શું કામ આપે છે?
એ લોકો એ તારું શું બગાડ્યું છે?
એક તો એ લોકો તારામાં અતૂટ શ્રદ્ધા રાખે,
અને તું એમના પાકને નુક્સાન કરાવતો,
અને વાવાઝોડું લાવીને ગરીબના ઝૂંપડા ફંગોળતો,
આખરે શું મળે છે તને આમ કરીને?
રક્ષક થઈને તું ભક્ષક બને છે,
એ શું શોભા આપે છે તને ઈશ્વર?
મૈત્રી બારભૈયા