Gujarati Quote in Motivational by Chaitanya Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મુસીબતોથી ના હાર મુસાફર.
હિંમતથી તું વિચાર મુસાફર.

ઘણા છે હમરાહી તારા જેવા,
અડચણોને પડકાર મુસાફર
.
વિટંબણાઓ તો રહેવાની જ,
એમાંથી માર્ગ કંડાર મુસાફર
.
હરપળ હરિ હારે જ રહેશે,
તું છો મનુજ અવતાર મુસાફર.

ડગલે ડગલે દૈવત જગાવજે,
વિજયને તું જ વરનાર મુસાફર.

ધીરજ,સાહસ હાથવગાં રાખ,
પછી સફળતા આવકાર મુસાફર.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Motivational by Chaitanya Joshi : 111857143
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now