Gujarati Quote in Questions by Shivani Goshai

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાલ રવિવાર ની વાત છે આમ તો આખો દિન વરસાદ હતો અને રાતે જમવાનું બનાવવાનો કંટાળો આવી રહ્યો હતો તો અમે બધા એ નક્કી કર્યું કે બહાર જ જમવા જવાનું છે અને રવિવાર હતો મારા ઘર ના તમામ લોકો સાદગી મા ઘર માં જે કપડાં પેહર્યા હતાં એ જ પેહરી ને નીકળી ગયા ચપ્પલ પણ મેં તો જે મળ્યા એ પેહરી લીધા હવે એ તૂટેલા છે કે શું એ મેં જોયું જ નઇ કારણ કે મને મારા ઘર ના બધા સભ્યો સાથે બેસી ને જમવાનો આનંદ માણવાનો હતો પણ જેવા હમે હોટેલ પહોંચ્યા એવા જ તમામ લોકો અમારી સામે જોયા જ કરતા હતાં જેમ કે અમે કઈક અલગ હોય પણ બધા નુ ધ્યાન તો વાતો કરવા મા અને ખુશી માં હતું એમાં અમારી પાછળ બેસેલા ઍક યુવક યુવતી આવ્યા ત્યાર થી જ બોલ્યા કરે દુનિયા માં કેવા લોકો છે નાં કપડાં પહેરવા નું ભાન છે નાં બોલવાનું કે કંઈ જગ્યા એ હસવાનું આ બધું મેં સાંભળ્યા કર્યું કારણ કે મારે અમારી ખુશી મા ખલેલ નહોતી પહોંચાડવી હદ તો ત્યારે થઈ કે જ્યારે મારા ઘર ની ઍક વ્યક્તિ નિ ખુરશી ને ધક્કો માર્યો અને તો પણ અમે કસુ જ નાં બોલ્યા જવા દો ભૂલ બધા થી થાય પણ અંતે જ્યારે એ જતા હતાં એ વખતે પણ અમારા ટેબલ આગળ આયને કહી ને ગયા કે તમારા જેવા ચિપ પબ્લિક ને અહીંયા આવા કોન દે છે કઈ ભાન છે ધક્કા માર્યા કરો છો જોર જોર થી વાતો કરો છો એ ઘણું બધું બોલી ગયા પણ મને મારા ઘર નાં લોકો એ બોલવાની નાં પાડી બધા જ લોકો અમારી સામે જોઈ રહ્યા હતાં મે કીધુ કે કોઈ આપડું અપમાન કરી ને જાય છે તો પણ કેમ બોલવા નથી દેતા તો મારા ઘર નાં લોકો એ કીધું કે બેટા આપડે અહીંયા આપડા પરિવાર સાથે મળી ને જમવા આવ્યા છીએ આપડી જાત ને સાબિત કરવા આવ્યા નથી આપણી શાંતિ જ આપડી ઓળખ આપે છે બાહરી દેખાવ થી વ્યક્તિ પોતાને ગમે એવો મહાન સમજતો હોય પણ પરિસ્થિતિ ને સમજી વર્તન કરવું એ આપડા સંસ્કાર છે એ વાત સાંભળી ને મન માં બે ઘડી વિચાર પણ આવ્યો અને હસુ પણ આવ્યું કે આજ કાલ ના લોકો આવા બી હોય સકે અને વિચાર બી આવ્યો કે ભારત ની સંસ્કૃતિ આખા દુનીયા મા પ્રસિદ્ધ છે પણ જો બહાર નાં લોકો આયને અહીંયા આવું વર્તન જોસે તો સંસ્કૃતિ તો દૂર ભારત નાં સંસ્કાર પર પણ પ્રશ્નો ઊભા થશે નઇ??????

Gujarati Questions by Shivani Goshai : 111857088
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now