આજની સવાર ની વાત છે હું મારી ઓફિસ તરફ નીકળી ત્યારે રસ્તા મા એક બા મંદિર નાં ઓટલે બેઠાં બેઠા હતા જરાય તાકાત નહોતી કે ઊભા થાય સકે ઠંડી પણ લાગતી તી પણ ઓઢેલું જે હતું એ પણ ફાટી ગયું હતું ત્યાં જ એક ભાઈ દૂધ અને બિસ્કીટ લયને આવ્યા તો થયું કે ચાલો સારું થયું કે બા ને આપશે પણ જોયું તો એ ભાઈ બધા કૂતરાઓ ને બોલાવી ને આપી રહ્યા હતાં એ કૂતરાઓ ને આપે તો બી કઈ વાંધો નહોતો પણ ત્યાં પેહલા થી જ કૂતરાઓ ને ખાવા અને પીવા માટે બધું હતું જ પેલા બા નિ નજર ત્યાં જ હતી કે આ મને આપશે પણ નાં આપ્યું પણ બીજાં ક્ષણે એ ભાઈ જરા પડવા જેવા થાય ગયા તો બા એમની મદદ કરવા આગળ આવ્યા તો એ ભાઈ ને ગમ્યું નઇ એ જોઈને મન માં વિચાર આવ્યો કે આજનો માણસ ફક્ત ને ફક્ત દેખાડો કરવા મા જ માને છે ખરેખર માનવતા કોઇ મા હોય એ બઉ જ ભાગ્યે જોવા મળશે🥺🥺🥺