મારો દીકરો..😘
એને પારસમણિ નહીં,
પણ શ્વાસમણિ કહીશ.
એ જ્યાં , ત્યા ધબકાર!
ખુરશી ડોલવા માંડે,..😀
પડદાં નાચવા લાગે,
અને ભીંતો બોલી ઉઠે!
અત્રતત્ર અસ્તવ્યસ્ત ...🤣
છતાંય બધું મધુર મસ્ત!..😊
સુનકાર ને સ્થિરતા ના સૈન્ય ને પરાજિત કરી તોફાન નું સામ્રાજ્ય જમાવતો એ નટખટ સમ્રાટ!..🤗
આભ સાથે પતંગ થકી ને વાદળ સાથે કાગળ ની નાવ થકી સહજ બંધાઇ જતો.
ગપ્પા ને ગમ્મત ની જાદુઇ લાકડી થી સૌને જીવંત રાખતો.
એ દલીલો ,નખરાં અને માંગણીઓ કરે,ત્યારે એના મૂળીયાં સુધી ન પહોંચી શકવાની મારી અક્ષમતાને,
મારી કરતાં માલિક બની કરેલ ગુનાને એ અતિ હળવાશ થી માફ કરતો.
એની જરીક અમથી ખુશીના ગાન
ઊંચા રાગડે ગાતો હોય,😜
એની જરીક અમથી ગમગીની નો પરપોટો ઝટ દઇને પ્રકટે,
ને ફટ દઈને ફુટે.
એ જ એનો અરીસો!
સૌથી વધુ મને ગુસ્સો અપાવતો,
ને મારો ગુસ્સો સહી લેતો..😘
મારી ઉદાસી દુર કરવા
મને રીઝવવાના
અવનવા છાના કીમીયા કરતો હોય ,
એના ગજવા માં થોડીક ચોકલેટ ને ખાસો એવો સમય ને છે જે વહેંચવા છે અમારા જોડે..!
એના મારા ને એના પપ્પા ના સાથે જોયેલા સપના પુરા કરવા છે એને..!