'તારા પર મારો અધિકાર છે' આ વાતચીત
હજી કદાચ ચાલી જાય,
'તારા પર મારો અધિકાર છે જ' આ વાત પણ કદાચ ચાલી જાય,
પણ,'તારા પર મારો જ અધિકાર છે, બીજા કોઈનો ય નહી'
આ વાત તો પ્રેમ આધારિત સંબંધમાં સંઘર્ષનું વાવાઝોડું ફૂંકી ને જ રહે છે.
દીપક ને બચાવવો છે? - હવાથી દૂર રાખો.
સંબંધ ને બચાવવો છે? - અધિકારથી દૂર રાખો.