શીર્ષક - "જિંદગીની સફર"
જિંદગીની સફર અહીં ક્યાં કોઈને ફાવે છે?
કહો જો દર્દ કોઈને તો આપવીતી બતાવે છે!
મળ્યું જે એકને, એ બીજાને શું મળ્યું છે?
છતાં, જિંદગી એકબીજાથી સરખાવે છે!
જરા દુઃખ પડ્યું કે, પહોંચે જ્યોતિષ પાસે,
કાલની ખબર નૈ ને ભવિષ્ય જોવડાવે છે;
ક્ષણભંગુર છે જિંદગી ને જીવવાનું ભૂલ્યા,
ભવિષ્યની ફિકરમાં વર્તમાનને ભૂલાવે છે;
ક્યાંક ભૂલ થઈ તો નથીને બનાવી માનવ?
"વ્યોમ" નિવાસીને એ જ ચિંતા સતાવે છે;
✍... © વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.