💙 મેં આજે સાડી શું પહેરી,
મને પોતાનાથી જ પ્રેમ થઈ ગયો.
સાડીમાં ઢગલો દુઃખ સમેટવાની ક્ષમતા છે,
કોઈ અંગતના આંસુ લુછી આ પાલવ ધન્ય ધન્ય થઇ ગયો,
પગરવની સાથે રુઆબ ભેર ચાલે છે,
બેધડક, આ પગલાંની સાથે આ પાટલીઓને પ્રેમ થઇ ગયો.
મેં આજે સાડી શું પહેરી,
મને પોતાનાથી જ પ્રેમ થઇ ગયો.
-@nugami.💙