શીર્ષક - "સમયનાં અનુબંધ"
સમયનાં ઋણાનુબંધથી, કહો ક્યાં કોઈ દૂર છે?
કોઈ થાય ગુમનામ તો કોઈ અહીં મશહૂર છે;
પ્રતીક્ષામાં એમની આજ પણ છે પથરાયેલી,
હજી પણ, આ આંખોમાં એટલું જ નૂર છે;
ઓલું, પોલું વગાડવું પણ કાંઈ સહેલું તો નથી,
નિસ્વાર્થ અને નિશ્ચલ પ્રેમમાં જ રેલાય સૂર છે;
ખબર હોય છે પતંગાને, કે મૃત્યુ તો નિશ્ચિત છે,
સળગતી એ શમામાં પણ દેખાય એને હૂર છે;
કરેલાં કર્મોનો ખેલ છે આ તો બધો જ "વ્યોમ"
બાકી, મનગમતું ન દે એટલો પ્રભુ ક્યાં ક્રૂર છે?
✍... © વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.