શીર્ષક - " ઘાતક સ્મિત "
તારું એક સ્મિત પણ ઘાતક થઈ ગયું;
ને દિલ પણ કાતિલનું ચાહક થઈ ગયું;
ના નિકળશો લગાવીને આંખમાં કાજળ,
એ કાજળ પણ હવે તો માદક થઈ ગયું;
કહી દો આ કેશને કે આમ ના લહેરાય,
જોઈ દિલ મારું તરસ્યું ચાતક થઈ ગયું;
ઊભો છું રાહમાં તારી, કરતો હું પ્રતિક્ષા!
તારું ના આવવું હવે તો દાહક થઈ ગયું;
સપનામાંય "વ્યોમ" આપણે મળવું કેટલું,
મિલન આપણું ક્ષિતિજ માફક થઈ ગયું;
✍... © વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.