સરખેસરખાં સાથે મળીને કેવા હરખાતાં બાલકુસુમો.
થઈને તૈયાર ઘરેથી ફૂલફટાક એ દેખાતાં બાલકુસુમો.
સાવ નિર્દોષતાને નિખાલસતા એના ચહેરામાં વંચાતી,
મનમાં આવ્યું તે સહજ મોઢે ઉચ્ચારતાં બાલકુસુમો.
ઈશ્વરના બાગનાં પુષ્પો સમાં જોતાં જ ગમી જનારાં,
જીત મેળવી રમતે કે શિક્ષણે એ મલકાતાં બાલકુસુમો.
વળી થાય હાર કદીને સન્મુખ હોય ગોઠીનાં કટાક્ષોને,
થઈ દિલથી દુઃખી કેટલાં અશ્રુઓ સારતાં બાલકુસુમો.
કોઈ કહે વાત તો સ્હેજે એ માની લેતાં; ન વિચારતાં,
સાવ ભોળાંને કપટરહિત કેવાં એ લાગતાં બાલકુસુમો.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.