જોઈ ખરીદતાં પતંગ અને દોરી માણસને,
પૂછ્યું પક્ષીએ માણસને,
"થઈ ગઈ તૈયારી તારી ઉત્તરાયણની?"
જેવું હા કહ્યું માણસે,
પૂછ્યું તરત જ પક્ષીએ,
"શું કરી તૈયારી તેં મારા પરિવારને બચાવવાની?"
સાંભળી શબ્દો પક્ષીનાં વિચારતો થઈ ગયો માણસ!
નક્કી કર્યું એણે ઉડાવીશ પતંગ ત્યારે જ સમય ન હોય ઉડવાનો પક્ષીનો જ્યારે....
-Mrs. Snehal Rajan Jani