રામ રામ તમને નવા વર્ષના;
નવ વર્ષની તમને શુભકામના;
એક માંગો ને મળે હજારો,
થાય પૂરી તમારી મનોકામના;
મળે સુખ, શાંતિ ને સમૃદ્ધિ,
એવી કરું છું પ્રભુને પ્રાર્થના;
સંકલ્પ થાય પૂર્ણ જે છે કર્યા,
પૂરી થાય તમારી હર ચાહના;
યશ, કિર્તી પહોંચે "વ્યોમ"
હૃદયમાં સદા રહે સદ્ભાવના;
✍... © વિનોદ.મો.સોલંકી "વ્યોમ"