Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શીર્ષક - "આદર લખજો"

લખો કોઈનું નામ તો સાદર લખજો;
મુખ જરા મલકાવીને આદર લખજો;

તળાવ, વડલો ને એ ખૂબસૂરત દ્રશ્યો,
યાદ આવી મિત્રની? તો પાદર લખજો;

નદીએ જતી પનિહારીનો પગરવ જો,
છેડે હૃદયના તાર તો ઝાંઝર લખજો;

તરસ છીપે, હૃદય પામે જ્યાં શીતળતા!
સ્મરણોથી ભરેલી એક ગાગર લખજો;

કોઈના ખ્યાલોમાં જો થાઓ એકાકાર,
દુધમાં ભળી'તી જાણે કે સાકર લખજો;

યાદ આવી જાય કોઈની વિરહમાં, તો!
આંખોથી વહેતી સતત ભાદર લખજો;

સાવ કોરું કોરું ભલેને રહ્યું આ "વ્યોમ"
ભીંજાવ લાગણીથી તો વાદળ લખજો;

"વ્યોમ" આજ વરસી પડ્યું મુશળાધાર,
છતાં, બૂંદ બૂંદ તરસ્યું છે મુકદ્દર લખજો;

✍... © વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111851829
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now