Quote in Poem by वात्सल्य

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચંપા...

ચિત્તડાંની ચોર પેલી ગામડિયણ ચંપા ચાંપલી છે!
નાવણીયા ચૌટે લૂગડાં ચોરી મજાક કરતી ચંપા ચાંપલી છે.
રસ્તા ખેતરના વાંકા ચૂંકા ઉબળ ખાબડ ખાડા ટેકરા !
ખાડામાં હું જ પડું એ ઈચ્છતી ચંપા ચાંપલી છે.
સંતાકૂકડી,કબડ્ડી,ખો..ખો,લંગડીમાં નંબર એક છે !
ફેરફુદરડી,દોડા દોડીમાં અવ્વલ ચંપા ચાંપલી છે.
નમણી નાજુક મસ્તીખોર,નવાં ચોળી ચણીયો ગરબે ઘૂમે,
રમવામાં અવ્વલ રમતવીર ગામને ગમતી એ ચાંદની છે.
ચિત્ત ચોર છે,મસ્તીખોર છે,કાયમ ઝઘડા એના હોય જ!
પરણી એ સસરે હસતી જતી ઘૂઘટામાં ચંપા ચાંપલી છે !
સૌનું એ રમકડું હીબકાં લેવડાવતી એ આજે પરણી ગઈ!
સૌ વળાવી વળ્યા ઘેર પરંતુ રડાવી ગઈ ચંપા ચાંપલી છે.
***********************
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય)

નોંધ:(નીચેનો ફોટો અને કાવ્યમાં વારંવાર બોલાતું નામ પ્રતિકાત્મક uછે.)

 Poem by वात्सल्य : 111850431
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now