વર્ષો જુની આ ચાહત છે.
તારાં નામથી મને રાહત છે.
મળે ના મળે જો તું મને તોય
તારાં હોવાનો અહેસાસ છે.
તારાં ચહેરા પર સ્મિત જોવાની
હવે તો લાગી મને આદત છે.
તારાં વિચારોમાં જીવતી હું
બસ તને જોવાની લગન છે.
તારી સાથે રહેવું ગમે મને
એ તારાં સંગાથની જમાવટ છે.
ચૌહાણ ભાવના "મીરાં"
-Bhavna Chauhan