ઘડીક સમય અમને પણ આપો.
દિલમાં થોડી જગ્યા તો આપો.
રાહ જોઈને હવે અમે પણ થાક્યાં
હવે મને થોડો આરામ પણ આપો.
વિશ્વાસની જયોત પ્રગટાવી છે અમે
એમાં લાગણીનું તેલ તમે પણ નાંખો.
હામ એમ તો કયારેય નહીં હારું હું
ચાહો તો હિંમત તમે પણ આપો.
હથેળી ધરીને બેઠાં છીએ અમે તો
એમાં તમારું નામ તો લખી આપો.
ચૌહાણ ભાવના"મીરાં"
-Bhavna Chauhan