કાન્હા! તું આવે જો એકવાર તો,
ધન્ય થઈ જાઉં હું આ જન્મમાં.
કાં જોવડાવે તું મને આટલી રાહ?
જો પકડી લે તું મારો હાથ તો
સહી લઉં હું હસતાં મોંઢે આ દુ:ખો વાલા,
કાં કરે તું મારી આટલી પરીક્ષા?
પણ સાંભળી લે આજે તું પણ કાન્હા,
મેં તો હવે માન્યો છે મારું સર્વસ્વ તને,
તારાં વિશ્વાસે જ ચાલી નીકળી છું આ મારગ પર.
સથવારો પણ તારો ને મારો સહારો પણ તું જ છે.
"મીરાં "નાં હ્દયમાં હવે બસ "શ્યામ" છે.
ચૌહાણ ભાવના"મીરાં"
-Bhavna Chauhan