અતૂટ છે નાતો કાના તારો ને મારો,
તોડી શકે ના એને કોઈ,
તું છે મારાં દિલનો ધબકારો,
રોકી શકે ના એને કોઈ,
આંખોમાં તારાં સપના,
સપનામાં છે તારાં પગલાં,
હો..... આંખોમાં તારાં સપના,
સપનામાં છે તારાં પગલાં.
અતૂટ છે નાતો કાના તારો ને મારો
એને તોડી શકે ના કોઈ.
જીવન કર્યું છે તારાં નામે,
કુરબાન કર્યું છે તારાં નામે,
તારાં વિના ના જીવી શકુ હું,
તારાં વિના ના રહી શકુ હું.
હો.... તારાં વિના ના જીવી શકુ હું
તારાં વિના ના રહી શકુ હું.
અતૂટ છે નાતો કાના તારો ને મારો
એને તોડી શકે ના કોઈ.
દુનિયાનાં દુ:ખો સહી લઈશ હું
તારાં માટે ઝેર પણ પી લઈશ હું,
તારી લગની એવી લાગી,
સારી દુનિયા ખારી લાગી,
હો.... તારી લગની એવી લાગી,
સારી દુનિયા ખારી લાગી.
અતૂટ છે નાતો કાના તારો ને મારો
તોડી શકે ના એને કોઈ.
હો...... તોડી શકે ના એને કોઈ.
તોડી શકે ના એને કોઈ...
ચૌહાણ ભાવના"મીરાં"
-Bhavna Chauhan