સૌજન્ય; atulbhai rao
“મલાલા”
ખુલ્લા આકાશ માં ચમકતા સિતારા
સ્વાત ની ઘાટી ને વધુ સુંદર બનાવતા હતા,
આ એજ સ્વાત ઘાટી હતી જ્યાં માતૃ પ્રધાન આર્યો ની ટોળી રશિયા ની વોલ્ગા નદી ને કાંઠેથી નીકળી ગંગા સુધી પહોંચતા પહેલા રોકાઈ હતી
ત્યાંજ તે મકાનો બાંધતા શીખી હતી
સ્વાત નો એક અર્થ મકાન થાઈ તેવું રાહુલ સાંસ્કૃતાયન પોતાના પુસ્તક
વોલ્ગા ટુ ગંગા માં લખે છે.
અહીં વરસો પછી બુદ્ધમ શરણમ ગચ્છામી નો નાદ
હિન્દૂ કુશની પહાડીઓ માં અથડાઈ કાશી સુધી સંભળાવવાનો હતો
અહીંની વસ્તીમાં રશિયન લોહી હતું
અહીંથી નીકળી પેશાવર થઇ પંજાબ પહોંચેલા ક્રુશેવ નામનો કબીલો કપૂર થઇ
હિન્દુસ્તાન ની ફિલ્મી દુનિયાને નચાવવાનો હતો
આજે અહીં રહેતા ઇસ્લામ પરસ્ત પસ્તુનો
પોતાના મકાનો માં થી બહાર નીકળી તારા મઢેલું આકાશ જોતા હતા
આજ ની રાત નો ઉજાસ તેમને અનોખો લાગતો હતો .
પયગંબર જન્મે તેવો ઝાંખો પવિત્ર પ્રકાશ સ્વાતની ઘાટી માટે નવો ના હતો
હિમાલયના ફેલાયેલા પર્વતો કોઈ જગ્યાએ હિન્દૂ કુશ તો કોઈ જગ્યાએ કારાકોરમ તરીકે ઓળખાતા અને ત્યાં રહેતા પસ્તુનો
ચગીઝખાન પહેલા અહીં પહોંચેલો ઇસ્લામ નામનો ધર્મ પાળતા ,
આછા પ્રકાશ વાળી તેજ રાતે મારો જનમ થયો
દીકરીને કોણ પયગંબર માને ?
પસ્તુન ના ઘરે દીકરી આવે તો કોઈ ખુશ ના થાય
દીકરો આવે તો રશિયન બંદુકો માંથી ભડાકા થાય
યુસુફ્ઝાઈ કુટુંબ નો લાંબો ઈતિહાસ
તાર્તર સામે ના ચંગીજ ખાન ના જંગ માં
યુસુફ્ઝાઈ સરદારો ચંગીઝ ખાન ની સાથે રહ્યા
તાર્તારો સામે લડીને ચંગીઝની ટોળીને જીત પણ આપાવી
પણ ખૂની ચંગીઝ ખાને શંકા ના આધારે 600 યુસુફ્ઝાઈ
સરદારો ને દાવત ઉપર બોલાવ્યા
ઝેર આપી ખતમ કરવાની કોશિશ કરી
પણ બે સરદારો બચી ગયા
તે ભાગ્યા સ્વાતની ઘાટીમાં ચંગીઝ ખાન ના ખોફથી બચવા
ભાગીને બચી શકેલા બે સરદારો સ્વાત ની ઘાટી માં વસી ગયા
કાયમ માટે તેમાંના એક સરદાર નું નામ દોલખેલ યુસુફ્ઝાઈ
મારા અબ્બા દોલખેલ યુસુફ્ઝાઈ ના વંશ
મારા જનમથી અબ્બા રાજી તો થયાજ
પણ મેં મારી માનું રૂપ ના લીધું તેવું બોલ્યા
અબ્બા બોલાતી વખતે થોડા ખચકાતા
મને તેડી વહાલ કર્યું
અને પાછી પારણા માં સુવાડી
જહાન શેર ખાન મારા કાકા થાય
મારા જનમ ના બીજે દિવસે
તે ખુશી વ્યક્ત કરવા અમારા ઘરે આવ્યા
તેમને ખોટી ખબર પહોચી હતી
તેવો એવું માનતા હતા કે
ઝીયાયુદીન ના ઘરે દીકરી નહિ પણ દીકરો આવ્યો છે
પખ્તુનો દીકરો આવે એટલે પેઢી નામું દોરે
કાકા અગર મામા પેઢી નામું લખી ને આવે અને પિતા તેમાં નવજાત શિશુ નું નામ લખે
મારા કાકા જહાન શેરખાન
પખ્તુન રીવાજ મુજબ
સોનેરી અક્ષર માં
દોલેખેલ યુસુફ્ઝાઈ ના વારસો નો આંબો લખેલો કાગળ
બીજી મીઠાઈ
મારા પારણા માં નાખવા ના પેસા બધું સાથે લઇ ઘરે આવ્યા
પહેલા ખંભે ભરાવેલી રાયફલ ચોગાન માં આવી ફોડી
પણ ભાઈ ઝીયાયુદીન ના ઘરે દીકરો નહિ દીકરી છે તેવી જાણ થતા છોભીલા પડ્યા
મારા બાપુ તેમને ભેટ્યા ભેટીને કહ્યું " ભાઈ દીકરી આવી છે "
કાકાના ખભાથી તેમને પકડી હલાવ્યા . કાકાની રાયફલ ચોગાનમાં પડી ગઈ
બાપુ ફરી બોલ્યા "હા દીકરી આવી છે "
કાકાના હાથ માંથી પેઢી નો આંબો લખેલો કાગળ અબ્બા એ લઇ લીધો
અને તેમને અંદરના રૂમમાં મારા પારણા સુધી લઇ ગયા
પેઢીનામાનો કાગળ મને બતાવી તેમના પોતાના નામ નીચે
સોનેરી સહી થી એક નાનકડી લીટી દોરી
અને નામ લખ્યું ...કહો કે મારું નામ પાડ્યું
મ.... લાલા
મલાલા ઝીયાયુદીન યુસુફ્ઝાઈ ....!
મારું આખું નામ ....
હવે યુસુફ્ઝાઈ સરદારો ની પેઢી એક દીકરી ના નામ થી
આગળ વધવાની હતી .....
સ્વાત ની ઘાટીમાં સુતેલા બુદ્ધ પુરુષોના આશીર્વાદ હતા
વોલ્ગાને કાંઠે 5000 વર્ષ પહેલા રચાયેલી માતૃ સંસ્કૃતિ નું એક ફળ
તે આ મલાલા
કમનસીબે માતૃ સંસ્કૃતિ અને બુદ્ધ દ્દષ્ટ્રિના બધા સગડ પાકિસ્તાન માં ભૂંસાઈ ચુક્યા છે
બ્રિટન માં કેળવણી પામી રહેલી મલાલા ના ઘણા બધા પ્રવચનો જોયા છે
હવે તે પ્રવચનો માં ઇન્શા અલ્લાહ અને માશાલ્લાહ નો પ્રયોગ ભાગ્યેજ કરે છે
એક તો બ્રિટિશ કેળવણી નો પ્રભાવ
અને બીજું અંદરની દર્ષ્ટિ
ધીમે ધીમે તે પણ સ્વાત ની બહાર નીકળી વિશાળ દુનિયા તરફ કોઈ બુદ્ધ તથાગત ની જેમ જોતી જણાય છે
🙏🏻