એક ભરોસો ભગવંત મને તારો.
ભવસાગરે બતાવજે તું કિનારો.
તારા કાજે સર્વસ્વ તજીને આવું,
નિશિવાસર મારે હો તારો પનારો.
દેજે મનુજ અવતાર મુજને સદા,
રહેતો નામસ્મરણનો હરિ સહારો.
માનવમાત્રમાં હું તુજને નિહાળું,
પ્રતિચહેરે ભાળું તારો અણસારો.
છે મુલાકાત એકદિન અવશ્યને,
ધરીને આવજે રામરૂપ તું હજારો.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.