પ્રસરી રહ્યો હું;ઠંડો શરદ છું,
આભ ને માપનારો હું;એવો વિકરાળ છું.
ઓળખવો લાગે અઘરો એવો હું; અજાણ છું,
માથે લઈને ફરનારો હું;એવો ભેદી ભાર છું.
ઊંચા ઉછળતા દરીયાના તોફાની મોજા નો હું;સુસવાટ છું,
ભારે વરસાદના તોફાનમાં હું;પડતો વીજળી નો જબકાર છું.
કાળી રાત્રી ને ઘનઘોર ઘટાનો હું;અંધકાર છું,
વિનાશકારી આપદાનો હું;"સ્વયમભુ"પ્રતિકાર છું,
પ્રસરી રહ્યો હું;ઠંડો શરદ છું,
આભ ને માપનારો હું;એવો વિકરાળ છું.
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ