Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઉછળકૂદ કરવાની આ સાગરની જૂગ જૂની ટેવ.
કિનારે છે નમવાની આ સાગરની જૂગ જૂની ટેવ.

ભર્યો છે એ ક્ષારસિંધુ તોય શીદને એ ગર્વ કરતો ?
હંમેશાં ગરજવાની આ સાગરની જૂગ જૂની ટેવ.

આવે ભરતીને ઓટ વારેવારે સુખદુઃખ સમાં જે,
થાકી ફીણ ધરવાની આ સાગરની જૂગ જૂની ટેવ.

સમાવે સરિતાને કેટકેટલી તોય ના એ છલકાતો,
નદીનીર સમાવવાની આ સાગરની જૂગ જૂની ટેવ.

સૂર્યાસ્તે કેવો લાગે રખેને એ હોય સૂર ડૂબાડતો !
વાદળને જળ દેવાની આ સાગરની જૂગ જૂની ટેવ.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111846893
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now