મારી રચનાને વિજેતા ઘોષિત કરવા બદલ નિર્ણાયક ગણ તેમજ એડમીનશ્રી તથા અન્ય સભ્યોનો ખૂબ ખૂબ આભાર 🙏 🙏 🙏
શીર્ષક - "સમયવર્તે સાવધાન"
હાલ સમય જ એવો ચાલે છે, સમયવર્તે સાવધાન;
કોઈને ખોટ ક્યાં કોઈની સાલે છે? સમયવર્તે સાવધાન;
ખોટાં વચનો ને ખોટા મુદ્દાની થઈ ગઈ ચાલુ બોલબાલા,
જુઓ કોણ કોણ વચન પાડે છે? સમયવર્તે સાવધાન;
કાળાં કરતૂત આચરીને પણ, મુછે તાવ દેતાં હોય એવા!
આરોપીઓ જ વટથી મહાલે છે, સમયવર્તે સાવધાન;
સમય પહેલાં નથી મળતું અહીં કોઈને પણ કોઈ કાળે,
મળે છે એ જ જે લખ્યું ભાલે છે, સમયવર્તે સાવધાન;
"વ્યોમ" પરનાં સિતારા પણ ખરી પડે છે સમય આવ્યે,
ક્યાં અહીં કશુંય અનંતકાળે છે? સમયવર્તે સાવધાન;
✍..© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
મુ. રાપર