"પાછી ચુંટણી આવી"
'પાછી ચુંટણી આવી,
ખરડાયેલા ચેહરાઓ ને પોલીસ કરી ને લાવી,પાછી ચુંટણી આવી..!
નવા નવા વાયદાઓ,
"સાથે"
વાતો નવી લાવી.પાછી ચુંટણી આવી..!
ખોટા વચનો સાથે, ખોટા વાયદા લાવી,પાછી ચુંટણી આવી..!
લાતો ના એ"ભુત"કરે સાણી સાણી વાતો,
દેશ આખાને ઘુમરે ચડાવે,
મફત આપવાની કરે વાતો.
લોલી પોપ ની હારે હારે રેવડી મીઠી લાવી,
આતો પાછી ચુંટણી આવી ભાઈ...પાછી ચુંટણી આવી..!
કહે"સ્વયમભુ" ખોટી વાતો ખોટી લાણી માં ન લોભાતા,
સમજું બની સાણા બની ઉમેદવાર સાચો ચુંટી લાવતા.
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ