શીર્ષક - " ધરતીનો ચિત્રકાર "
ગુલોનો ગુલઝાર છે માળી;
બાગનો શણગાર છે માળી;
લોહી સીંચીને પણ કરે પોષણ,
સુમનનો પાલનહાર છે માળી;
ઉપવનના ખૂબસૂરત નજારાનું,
સુંદર સર્જન કરનાર છે માળી;
લહેરાતી આ હરીયાળીને પૂછો,
કેવો મજાનો કલાકાર છે માળી!
"વ્યોમ" પર ચાંદ-તારાની છબી,
પણ, ધરતીનો ચિત્રકાર છે માળી;
✍..© વિનોદ.મો.સોલંકી(માળી) "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.