એક સદગત ચિત્રગુપ્તજી પાસે પહોંચ્યા... ચિત્રગુપ્તજી ચોપડામાં કંઈક શોધી રહ્યા હતા...
સદગત : તમે શું શોધી રહ્યા છો...
ચિત્રગુપ્ત : તે પાડેલા આંસુ , તે ભોગવેલી અગવડ , તારા દુખેલા હ્રદયનો હિસાબ શોધી રહ્યો છું...
સદગત : હું તો ખુબ રડ્યો છું , દોડ્યો છું , દુઃખી થયો છું...તો આટલું શોધો છો કેમ?
ચિત્રગુપ્ત : એ તો તારા માટે... હું તો તું બીજાના માટે કેટલો રડ્યો છે , દોડ્યો છે કે દુઃખી થયો છે એ શોધું છું...