વળગણ હોય કોઈ આદત કે લત
કે પછી,અભિમાન સત્તા કે સંપત્તિનું..
પણ પ્રેમનું ભૂત કંઈ રીતે ઉતારી શકાય?
કોઈ સમજાવશે મને.!
વિચારોમાં સતત એક જ વિચાર,
કેમ સ્મૃતિમાં સતત રમ્યા કરે?
અચાનક જ મુશળધાળ વરસી
પાંપણને ભીંજવી જાય.
પછી,વિચારોનું વાવાઝોડું ફુંકાય,
આ તબાહી કેવી રીતે થંભે?
કોઈ સમજાવશે મને.!
માન્યું ભુલભુલામણી વાળા રસ્તે
વળાંકો ઘણા આવે!
ત્યારે રસ્તો ભુલી જવાય,
એ તો સમજાય છે મને,
પણ...
સીધે ચાલતા વળવું પડે,
આ સીધા વળાંકે કેમ વળવું?
કોઈ સમજાવશે મને..!
અમુક વખતે કિસ્સો કે કહાની
પૂરી થઈ જાય,
તો પણ...
પૂર્ણતાની એ પળ કે સારાંશ
ક્યાં કદી સમજાય છે?
અધૂરી વાતો અને આવતી યાદોને
કેમ ભુલાય?
કોઈ સમજાવશે મને.!
દર્શના રાધે રાધે