કવિતા
કેવી અનહદ મળી
મને જાત સાથે જીવવાની ફુરસદ મળી.
મારા મૌન ઉપર શબ્દોના થાપા હતા,
એમાં કેટલા ઉઝરડા ને કાપા હતા.
મારી અલગારી, કુંવારી સોબત મળી,
મને જાત સાથે જીવવાની ફુરસદ મળી.
હાશ ! એકાંતનો તંબુ હું તાણી બેઠો,
હું કેટલો નજીક દૂર એ જાણી બેઠો.
મને મારી પોતાની પાછી મિલ્કત મળી !
મને મારી સાથે જીવવાની ફુરસદ મળી.
કવિ: શ્રી સુરેશ દલાલ
સુપ્રભાત 🌹