શીર્ષક - "યાદ હર એક પળે છે"
આંખો મારી એમની રાહમાં ટળવળે છે;
જ્યારે ભીતરમાં કંઈક ખળભળે છે;
થવાનું છે આગમન એમનું આજ રાત,
ચાંદ પણ જુઓને કેવો ઝળહળે છે;
ખ્વાબોમાં એમના જાગે નયન રાતભર,
દિલમાં ઉમંગના મોજાંઓ ઉછળે છે;
થાશે મિલન આજ અમારું કંઈક એમ,
જેમ કે એક પાંપણથી પાંપણ મળે છે;
હશે મિલન અમારું પણ અહલાદક એવું,
જાણે કોઈ સરિતા સાગરમાં ભળે છે;
તમન્ના છે રહીએ જીવનભર સંગ "વ્યોમ"
યાદો તો હૃદયમાં એમની હર એક પળે છે;
...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર (કચ્છ).