શીર્ષક - "ગજબ છે"
આજ રાતની રવાનગી ગજબ છે;
સમણે સનમ દિવાનગી ગજબ છે;
કહી દો સમયને થંભે થોડીવાર તો,
આંખોથી મળી પરવાનગી ગજબ છે;
વાદળની આગોશમાં છુપાયો ચાંદ,
લાગી ગઈ જો દિલ્લગી ગજબ છે;
સમયના પ્રવાહમાં વહી રહી ઉંમર,
પ્રેમમાં જીવી એ જિંદગી ગજબ છે;
સજદામાં એમની નમ્યું શીશ સદા,
ખુદા બાદ પ્રેમની બંદગી ગજબ છે;
વ્યાપ્યો છે પ્રેમ રૂહ રૂહમાં "વ્યોમ"
દિલના સ્પંદનો સર્વાંગી ગજબ છે;
...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.