શીર્ષક - "જિંદગી"
કહો જિંદગીમાં કોને, ક્યાં કોઈ કમી છે?
છતાં, આ જિંદગી ક્યાં કોઈને ગમી છે?
લચ્યાં છે ફળ-ફૂલ અહીં સુખ દુઃખનાં,
જેવા કર્મ કર્યાં ડાળખી એ જ નમી છે;
રોંદણા રોવાથી પછી કાંઈ નથી વળતું,
સંભાળજો ખુદને મતિ જ્યારે ભમે છે;
સિધ્ધિ પણ અહીં એમને જઈને વરે છે,
જીવનની ઠોકરોને જેણે હસતાં ખમી છે;
માણોજો રોજ જિંદગીને તમે ઘૂંટડે ઘૂંટડે,
થોડું ઝહેર તો જિંદગીમાં થોડું અમી છે;
જીવન જીવવું પણ એક કલા છે "વ્યોમ"
જીવનકલા નિખરી છે એની જે કર્મી છે;
...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.