પુસ્તકો!
હસવા અને રડવા માટેની શ્રેષ્ઠ જગ્યા!
પુસ્તક વાંચતા વાંચતા ન જાણે કેટલાય ડૂમા વહી જતા હશે,
અને કોઈના પૂછવા પર,
કહેવાય જતું હશે,
કે પુસ્તક વાંચીને,
અને આ રીતે કેટલાંય આંસુઓના સાચા કારણો અકબંધ રહી જતા હશે!
હવે દિલ ખોલીને હસી શકાય કોઈની સાથે,
એવી ક્યાં વ્યવસ્થા અને લોકો રહ્યા છે,
અને એટલે હસવાનું મન થતાં જ,
પુસ્તકના નામ પર ખડખડાટ હસી લેવાય છે!
-Maitri Barbhaiya