શીર્ષક -" અરમાન દિલના "
રોજ નવાં અરમાન આ દિલમાં જાગે છે;
રાત થતાં થતાં એક એક કરીને ભાંગે છે;
ઊંઘી જાઉં એ ઉમ્મીદે ઉગશે નવી સવાર,
પણ જૂની એષણાઓ, મન ક્યાં ત્યાગે છે!
કહી કહીને થાક્યો દિલને ભૈ હવે રહેવા દે,
પરંતુ આ દિલ છે કે એ વધુ ને વધુ માંગે છે;
છૂપાવ્યા હર ઘાવ આપ્યા જે સ્વજનોએ,
રોજેરોજ હરેક ઘાવ કંટક બનીને વાગે છે;
એક વચન શું વીસરાયું, એક વચન પાડતાં!
ને એમને લાગે છે "વ્યોમ" દૂર દૂર ભાગે છે!
નહીં વરસે તારા પર કોઇ લાગણીની વર્ષા,
"વ્યોમ" પણ જોને કેવું સૂકું સૂકું લાગે છે;
...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.